સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટામાં પીનવર્મ (ટુટા એબ્સોલુટા): તેના લક્ષણો અને વ્યવસ્થાપન જાણો
તુતા એબ્સોલુટા ટામેટા ખાય છે, જોકે ટામેટા સાથે, બીજા સોલેનેસિયસ છોડની પણ જીવાત તરીકે નોંધવામાં આવી છે. તે એક વર્ષમાં ઘણી ઉત્પત્તિ કરતુ હોવાનું જાણવામાં આવ્યું છે અને તે ટામેટાની વૃદ્ધિના દરેક તબક્કાઓ પર અસર કરે છે.
નુકસાનના લક્ષણો ● ઈયળ પાંદડા કોરી નાખે છે અને અનિયમિત કાણા બનાવે છે. ● ઈયળ કળીઓમાં અને ડાળીને પણ નુકસાન કરે છે. ખુબ વધારે ઉપદ્રવમાં, લીલા અને લાલ બંને ફળો નુકસાન પામે છે અને નુકસાન પામેલ ફળોની સપાટી પર નાના કાણા જોવા મળે છે અને ઈયળો પાનની સપાટીની નીચે મોટા કાણા પાડે છે. ● કોશેટો જમીનમાં અથવા છોડના ભાગો જેવા કે પાંદડા અને ડાળીઓ પર થાય છે. પુખ્ત જીવડાને ચંદેરી કથ્થઈ રંગના ટપકા વળી પાંખો હોય છે. નિઓક્રોસચેરીસ ફોર્મોસા(વેસ્ટવુડ)( હાયમેનોપ્ટેરા: યુલોફિડે) , જે ભારત અને દક્ષિણ પૂર્વીય એશિયામાં ટામેટા પર જોવા મળતું સર્પાકાર પાન કોરિયુ છે, તેનું પરભક્ષી નેસીડિઓકોરીસ ટેન્યુઝ(રયુટર) (હેમિપેટર: મિરિડે), તે આજે ટી એબ્સોલુટાનું પણ પરભક્ષી તરીકે નોંધવામાં આવેલ છે. વ્યવસ્થાપન: ● પીનવર્મથી અસર પામેલા છોડ અને ફળોનો નાશ કરવો. ● ટામેટા બાદ સોલેનેસી વર્ગના પાકોને અટકાવવા. ● ફેર રોપણી માટે સ્વસ્થ રોપાઓનો ઉપયોગ કરવો પુખ્ત ફૂદાઓને આકર્ષવા અને મારવા માટે 16 નંગ ફેરોમોન પિંજરની પ્રતિ એકર રાખવા. ● ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ 18.5% એસ સી@ 60 મિલી અથવા સાયન્ટ્રેનિલિપ્રોલ 10% ઓ ડી @ 60 મિલી અથવા ફેબ્યુડામીન 20% ડબ્લ્યુ જી @ 60 મિલી અથવા ઇન્ડોસ્ક્રેબ 14.5% એસસી 14@ 100 મિલી અથવા લીમડા ની માત્રા ધરાવતી દવા (એઝાડીરેક્ટીન 1% અથવા 5%) @ 400-600 મિલી પ્રતિ એકર . સ્ત્રોત: આઈસીએઆર- નેશનલ બ્યુરો ઓફ એગ્રીકલ્ચર ઇનસેકટ રીસોર્સીસ,બેંગ્લોર ટીએનએયુ એગ્રીટેક પોર્ટલ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
485
1
સંબંધિત લેખ