કૃષિ વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આજે વિશ્વ હવામાન દિન છે!
આ દિવસ શું કામ ઉજવવામાં આવે છે? આજે, 23મી માર્ચને, ‘વિશ્વ હવામાન દિન’ તરીકે ઉજવવામાં આવે છે. તે આ વર્ષના સૂર્ય, પૃથ્વી અને વાતાવરણ વિષેનો ખ્યાલ છે. આ ખ્યાલનો હેતુ સાર્વજનિક સલામતી, ખોરાકની સલામતી, જળ સંસાધનો, અને પરિવહન વ્યવસ્થા માટે કામ કરવાનો છે.
વિશ્વ હવામાનશાસ્ત્ર સંસ્થાએ 1961થી આ દિવસને વૈશ્વિક હવામાન દિન તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. તેનો હેતુ વિશ્વના નાગરિકોમાં આબોહવા વિષે જાગૃતિ લાવવાનો છે. વિશ્વહવામાનશાસ્ત્ર સંગઠનની રચના 23 માર્ચ, 1950, ના રોજ કરવામાં આવી હતી, તેથી પણ આ દિવસ વિશ્વ હવામાન દિન તરીકે ઉજવવામાં આવે છે. સ્ત્રોત : ડૉ. રામચન્દ્ર સાબ્લ, વરિષ્ઠ કૃષિ હવામાનશાસ્ત્રી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
62
1
સંબંધિત લેખ