મોનસુન સમાચારabpasmita.in
આજે ગુજરાતના કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે? જાણો વિગત
હાલ ‘હિકા’ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પુણેમાં આગાહી પ્રમાણે, રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે.
આજની વાત કરીએ તો અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે આજે અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં.આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગ કરવામાં આવી છે જેમાં રાજ્યના ઉપર જણાવેલા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. સંદર્ભ: એબીપી અસ્મિતા 25 સપ્ટેમ્બર, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
33
0
સંબંધિત લેખ