કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તમાકુની પાન ખાનાર ઈયળનું જીવન ચક્ર
તમાકુની પાન ખાનાર ઇયળ એક બહુભોજી જીવાત છે. આ ઇયળ શાકભાજી જેવા કે કોબીજ, ટામેટા, ફ્લાવર વિગેર તેમ જ અન્ય પાકો જેવા કે મકાઇ, જુવાર, બાજરી, મગફળી, દિવેલા, સોયબીન, કપાસ, કઠોળવર્ગના પાકો, રજકો વિગેરે પાકોને નુકસાન કરતી હોય છે. આ ઇયળ ખેતરમાં તેમ જ ધરુવાડિયામાં અસહ્ય નુકસાન પહોંચાડે છે. ચાલો તમાકુની પાન ખાનાર ઈયળના વિવિધ તબક્કાઓ જોઈએ: • ઇંડા: માદા ફૂદીં આશરે ૧૫૦૦ જેટલાં ઇંડાં સમૂહમાં પાનની નીચીની સાપાટીએ મૂકે છે. ઇંડા આછા ભૂરા રંગના હોય છે. ઇંડાંનો સમૂહ ભૂખરા સફેદ આવરણથી ઢંકાયેલો હોય છે. ઇંડાં અવસ્થા ૩-૫ દિવસની હોય છે. • ઇયળ: ઇયળ કાળાશ પડતી લીલા રંગની દેખાય છે. આ અવસ્થા ૧૫-૨૦ દિવસની રહે છે. • કોશેટા: ઇયળ કોશેટા અવસ્થા જમીનમાં ધારણ કરે છે અને આ અવસ્થા ૭-૧૫ દિવસની હોય છે. • પુખ્ત: કોશેટામાંથી નીકળતી ફૂંદી ૭-૧૦ દિવસ સુધી જીવે છે. વર્ષમાં આની ઘણી પેઢીઓ જોવા મળે છે. નુકસાનના પ્રકાર: • ઇંડામાંથી નીકળતી પ્રથમ અવસ્થાની નાની ઇયળો સમુહમાં રહી પાનનો લીલો પદાર્થ ખાય છે. જેથી પાન ચાળણી જેવું થઇ જાય છે. • બીજા અને ત્રીજા અવસ્થાની ઇયળો એક બીજાથી છુંટી પડી પાન ઉપર કાણાં પાડી કોરી ખાઇ નુંકાસાન કરતી હોય છે. • આગળની અવસ્થા અને મોટી ઇયળો ખૂબ જ ખાઉધરી હોય છે અને પાનના નસો સિવાયનો બધો જ ભાગ ખાઇ જાય છે. કેટલીક વાર છોડના ફૂલો અને વિકસતા ફળોને પણ કોતરી ખાય છે. આખો છોડ ઝાંખરા જેવો બનાવી દેતી હોય છે. આ ઇયળ એક ખેતરમાંથી બીજા ખેતરમાં પણ ખૂબ જ ઝડપથી પહોંચી જતી હોય છે. સંકલિત નિયંત્રણ: • ઉનાળામાં જમીનની ઊંડી ખેડ કરવી. • ધરુવાડિયાને ફરતી પિંજર પાક તરીકે દિવેલા ઉગાડવા. • ખેતરમાં આના મળતા ફિરોમોન ટ્રેપ્સ લગાડવા. • છોડ ઉપર સમૂંહમાં મૂંકાયેલ ઇંડાના જથ્થા અને પ્રથમ અવસ્થાની સમૂંહમાં રહેતી ઇયળોને પાન સહિત તોડી લઇ નાશ કરવી. • ખેતરમાં ઇંડા દેખાય કે તરત જ લીમડા આધારિયત દવાઓનો છંટકાવ કરવો. • જૈવિક ખેતી કરતા ખેડૂતો ફૂગ આધારિય દવાઓ જેવી કે બ્યુવેરિયાનો છંટકાવ કરી શકે છે. • આ ઇયળનું મળતું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એનપીવી)નો છંટકાવ કરવો. • વધુ ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઇસી દવા ૧૦ મિલિ અથવા આલ્ફાસાયપરમેથ્રીન ૧૦ ઇસી દવા ૧૦ મિલિ અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા ફેનવલરેટ ૧૦ ઇસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
26
2
સંબંધિત લેખ