આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ચૂસિયા જીવાત માટે ક્યારે દવા છાંટવી?
જો સરેરાશ મોલો, તડતડિયા, સફેદમાખી અને થ્રીપ્સની સંખ્યા બધી થઇને પાંચ કે પાંચ કરતા વધારે જણાય તો દવાકીય પગલાં લેવા આર્થિક રીતે પરવડે છે. આ જાણવા માટે ખેતરમાં અવ્યવસ્થિત રીતે પસંદ કરેલ 20 છોડના ત્રણ પાન પસંદ કરી આ ચૂસિયા જીવાત ગણી અને તેને 60 વડે ભાગવાથી સરેરાશ જીવાતની સંખ્યા કાઢી શકાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
497
2
સંબંધિત લેખ