કૃષિ વાર્તાકૃષિ જાગરણ
પીએમ-કિસાન યોજનાનો લાભ આ ખેડૂતો ને મળશે નહી!
ખેડૂતો કે જેઓ એ જમીનની માલિકી પોતાના પરિવાર સિવાય અન્ય કોઇને આપી હોય તો તેઓને આ યોજનાનો લાભ મળશે નહિં. પ્રધાન મંત્રી કિસાન સમ્માન યોજના અંતર્ગત, 1 ફેબ્રુઆરી 2019થી જમીનની નોંધવહીમાં નોંધાયેલ ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 રૂપિયા મળશે. આ તારીખ પછી કરેલ જમીનની કોઇ પણ ખરીદી અને વેચાણ અથવા માલીકીના હકમાં કરેલ ફેરફારને હવે પછીના પાંચ વર્ષ સુધી આ યોજનાનો કોઇ લાભ મળશે નહિં. છતાં પણ, જો જમીન માલિકીમાં ફેરફાર કરી તેની બદલી પરિવારના સભ્યમાં જ કરવામા આવે, તો તે આ યોજનાને પાત્ર ગણાશે.
લાભાર્થી ખેડૂતોની સૂચી ગ્રામપંચાયતમાં રજૂ કરવામાં આવશે, અને ત્યારબાદ ‘પીએમ-કિસાન પોટૅલ’ www.pmkisan.gov.in પર અપલોડ કરવામાં આવશે. જો ખેડૂતોને લાગે કે તે આ યોજનાને પાત્ર છે પરંતુ તેમના નામો બાકાત રાખવામાં આવ્યા છે, તો તેઓ બ્લોગ દ્વારા સંપર્ક કરી શકે અથવા જિલ્લા કક્ષાના અધિકારીને મળી તેમની સમસ્યાઓથી વાકેફ કરી શકે છે. સ્ત્રોત –કૃષિ જાગરણ, 4 માર્ચ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
482
0
સંબંધિત લેખ