મોનસુન સમાચારIMD
ગુજરાતનાં આ શહેરોમાં પડશે ધોધમાર વરસાદ -IMDની આગાહી
કેરળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 12 અને 13 જૂને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 જૂનથી વાતાવરણમાં પલટો થશે. 12 અને 13 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્ધમાં લો પ્રેશર આકાર પામી રહ્યું છે.જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આગામી સપ્તાહે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદમાં 12મી અને 13મી જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સંદર્ભ : IMD 9 જૂન, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
197
0
સંબંધિત લેખ