AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
23 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાNavbharat Times
જાણો, કેસીસી ની તમે આ રીતે અરજી કરી શકો છો અને કેટલા દિવસમાં બનશે કાર્ડ
તમે આ રીતે કરી શકો છો અરજી: કેસીસી માટે ઘણી બેંકો ઓનલાઇન અરજી ની સુવિધા આપે છે. આ માટે, તેમની ઓફિશ્યિલ વેબસાઇટ પર જઈને અરજી ફોર્મ મેળવી શકાય છે. આ પછી, શું કરવું તેની વિગતો નીચે મુજબ છે -
1. બેંકની ઓફિશ્યિલ વેબસાઇટ પર જાઓ અને કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો. 2. 'Apply' બટન પર ક્લિક કરો. આ પછી તમે ઓનલાઇન એપ્લિકેશન પેઈજ પર આવી જશો. 3. ફોર્મમાં સૂચના મુજબ જગ્યાઓ ભરો અને અંતે સબમિટ બટન પર ક્લિક કરો. 4. ફોર્મ સબમિટ કર્યા પછી, એક એપ્લિકેશન સંદર્ભ (રેફરંસ) નંબર જનરેટ થશે. તેને નોંધો અને પછી કોઈપણ પ્રકારની સમસ્યા માટે તેનો ઉપયોગ કરો. કેટલા દિવસમાં બનશે કેસીસી કાર્ડ ફોર્મ ભર્યા પછી, બેંક કેસીસી માટેની તમારી યોગ્યતાની તપાસ કરશે. આમાં જો તમે સફળ થાવ તો આવતા 3-4 કામકાજ દિવસોની અંદર બેંક તમને કોલ કરશે અને જરૂરી દસ્તાવેજોની માંગ કરશે. એકવાર તમામ દસ્તાવેજો સાથેના ફોર્મ બેંક દ્વારા સ્વીકારવામાં આવે છે, તો આગામી 7-10 કામકાજ દિવસો ની અંદર બેંક તમારા ક્રેડિટ કાર્ડ માટેની પ્રક્રિયા શરૂ કરશે. આ પછી તમને એક પહોંચ મળશે જેના પર તમારો એપ્લિકેશન નંબર લખેલો હશે. આ નંબરનો ઉપયોગ તમે તમારા ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન ની સ્થિતિ ચેક કરી શકો છો. સંદર્ભ: નવભારત ટાઇમ્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
1134
20