મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
રાજ્યના આ વિસ્તારો માટે આગામી 5 દિવસ ખુબ જ ભારે વરસાદ રહેશે
ગુજરાતમાં ભાદરવો ભારે રહેવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે. હવામાન વિભાગે હાલ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસમાં પૂર્વ મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામશે કારણ કે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ 30 દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. તો જળસ્તર ઉચા આવવાના કારણે કુવાઓમાં પણ નવા નીરની આવક થતા ખેડુતો ખુશ છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ 2 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
13
0
સંબંધિત લેખ