મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
હવામાન વિભાગે 13 અને 14મીને લઇને કરી વરસાદની મોટી આગાહી
હજુ પણ નવેમ્બર માસમાં સાગરમાં હવાના દબાણ ઉભા થાય અને દેશ તેમજ રાજયનાં ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના રહે. નવેમ્બર તા. ૧૪થી ૧૭માં હવામાન પલટાય પશ્ચિમ વિક્ષેપની અસર તેમજ ઉત્તર અરબ સાગરમાં સર્જાતા વિશેષ હવામાનને લીધે રાજયના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના રહે.
આ અરસામાં દરિયામાં પણ ઉંચા મોજા ઉછળે. નવેમ્બર તા.૧૭થી ૨૧માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થાય. દિલ્હી ક્ષેત્રના હવામાનમાં ધુમ્મસ જેવુ જણાય. ઉત્તરીય ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના રહે. આવુ અંબાલાલ દા. પટેલ જણાવે છે.હવામાન વિભાગના મતે આગામી 13 નવેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. એક બાજુ બંગાળ પર બુલબુલ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ફરી એક વાર વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે જેના લીધે ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 11 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
21
0
સંબંધિત લેખ