મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
હવામાન વિભાગે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર ના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને આ લો પ્રેશર આગામી 48 કલાકમાં ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની શકયતા હોવાથી હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજે અને આવતી કાલે ભારે વરસાદ વરસવાની શકયતા છે.હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આથી સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 23 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
151
0
સંબંધિત લેખ