મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાંની હવામાન વિભાગે કરી આગાહી
આગામી 10 ઓક્ટોબરથી ચોમાસું વિરામ લેશે તેવી હવામાન ખાતા દ્વારા વિગતો જારી કરવામાં આવી હતી. તેમજ રાજ્યમાં હાલમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં હજુ આગામી પાંચ દિવસ સુધી હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર, સૌરાષ્ટ્ર-કચ્છ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 07 ઓક્ટોબર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
23
0
સંબંધિત લેખ