કૃષિ વાર્તાલોકમત
વધતા ભાવો અંકુશમાં રાખવા કેન્દ્ર સરકાર ૧ લાખ ટન ડુંગળીની આયાત કરશે
નવી દિલ્હી- લોકોને સસ્તા ભાવે ડુંગળી પૂરી પાડવા સરકાર ડુંગળીની આયાત કરશે. MMTC દ્વારા ડુંગળીની આયાત કરાશે અને સરકારી સંસ્થા નાફેડ દ્વારા તેનું વિતરણ કરાશે. બજાર પર નજર રાખનાર સચિવોની સમિતિએ શનિવારે મોટા જથ્થામાં ડુંગળીની આયાતનો નિર્ણય લીધો હતો. આસમાને પહોંચેલા ડુંગળીનાં ભાવને કાબૂમાં રાખવા માટે સરકાર દ્વારા ૧ લાખ ટન ડુંગળીની આયાત કરવામાં આવશે. હાલ દિલ્હી સહિત દેશનાં અનેક રાજ્યોમાં ડુંગળીની અછત સર્જાઈ છે. ડુંગળીનાં ભાવ કિલોએ રૂ. ૯૦થી ૧૦૦ની આસપાસ પહોંચ્યા છે. ગરીબો માટે ડુંગળી ખરીદવી અને ખાવી દોહ્યલી બની છે.
MMTC ૧૫ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીમાં આયાતી ડુંગળીનું નાફેડ દ્વારા વિતરણ કરશે. ગયા અઠવાડિયે સરકારે કહ્યું હતું કે, દેશમાં ડુંગળીનો પુરવઠો જાળવી રાખવા સંયુક્ત આરબ અમીરાત સહિત અન્ય દેશોમાંથી ડુંગળીની યોગ્ય જથ્થામાં આયાત કરાશે._x000D_ સરકાર ખાનગી વેપારીઓ દ્વારા મિસ્ર, ઈરાન, તુર્કી અને અફઘાનિસ્તાનથી ડુંગળીની આયાત વધારવા કોશિશ કરી રહી છે. આસપાસ છે જ્યારે અન્ય રાજ્યોમાં રૂ. ૭૦થી ૯૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ડુંગળીની ખેતી કરતા રાજ્યોમાં ભારે વરસાદને કારણે ડુંગળીનાં ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થયો છે. પરિણામે ડુંગળીનાં ભાવ વધ્યા છે._x000D_ સંદર્ભ - લોકમત, 11 નવેમ્બર 2019_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
91
0
સંબંધિત લેખ