આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંમાં બીની માવજત ન આપી હોય અને ઉધઇ આવે તો શું કરશો?
ઘઉંના ઉગાવા પછી ખાસ કરીને ગોરાડુ જમીનમાં ઉધઇથી નુકસાન થઇ શકે છે. આવા સંજોગોમાં પિયત સાથે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૪ લી પ્રતિ હેક્ટરે આપવી અથવા ફીપ્રોનીલ ૫ એસસી દવા ૧.૬ લી કે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૧.૫ લી દવાને ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી ઉભા પાકમાં પુંખવી અને ત્યાર બાદ હળવુ પિયત આપવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
157
0
સંબંધિત લેખ