AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
27 Jul 19, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
દૂધ ભેળસેળની તપાસ માટે તકનીકીની જરૂરિયાત: ગિરિરાજ સિંહ
દૂધ ની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી ગિરિરાજસિંહ એ કીધું કે દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોમાં ભેળસેળ રોકવા માટે કડક જોગવાઈઓની જરૂર છે. સરકાર ડેરી ઉદ્યોગ માટેના વર્તમાન ગુણવત્તા ધોરણોની સમીક્ષા કરશે. તેમણે એમ પણ કહ્યું કે દૂધની આયાત કરવાની કોઈ દરખાસ્ત નથી. ભારત દૂધ ઉત્પાદનમાં એક નંબરે છે. દૂધ ઉત્પાદનનો અંદાજ 187.86 મિલિયન ટન છે. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં દૂધ ઉત્પાદનમાં 50 મિલિયન ટન વધારો થયો છે. તેમણે કહ્યું કે ડેરી ઉદ્યોગને દૂધની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને દૂધના સંગ્રહમાંથી તમામ સ્તરોમાં ભેળસેળ ચકાસવા માટે તકનીકોનો ઉપયોગ કરવાની જરૂર છે. પશુપાલન મંત્રાલયે દૂધની ભેળસેળ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પૂર્ણ કરવા માટે 18 રાજ્યોમાં સેન્ટ્રલ મિલ્ક ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે અને દૂધ પરીક્ષણ સાધનો 313 ડેરીમાં સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં ખરવા અને મોવાસા રોગના નિયંત્રણ માટે અભિયાન શરુ કરવામાં આવશે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 24 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
38
0