પશુપાલનકૃષિ જાગરણ
જાણો, પશુમાં પથરી ના લક્ષણો અને તેની સારવાર
બદલાતા સમય પ્રમાણે નવી બીમારી ની અસર પશુઓ ઉપર પણ પડી રહી છે. એવી જ બીમારી માની એક છે પથરીની બીમારી. પથરીની બાબતમાં આપણી સમજ સામાન્ય રીતે મર્યાદિત છે. પશુમાં પથરી વિશે લોકોને ખૂબ જ ઓછી જાણકારી હોય છે. પથરી ની સમસ્યા ફક્ત પશુઓ માટે જ જોખમી નથી પરંતુ તે જીવલેણ પણ છે. આ બીમારી ઘેટાં-બકરા, ગાય-ભેંસ અને કૂતરા વગેરેને આસાનીથી થઈ શકે છે.
પશુઓમાં પથરીના કારણો:_x000D_ પશુઓમાં પથરીની સમસ્યાના ઘણા કારણો છે. હવામાન અને હવામાન ફેરફાર, ખોરાક અને આહારમાં ઝડપી થતું પરિવર્તન._x000D_ નર પશુઓમાં વધુ જોખમ:_x000D_ મોટે ભાગે માદા પશુઓ કરતા નર પશુઓને પથરીની સમસ્યા વધુ રહે છે. આ વિશે નિશ્ચિતતા સાથે કંઇ કહી શકાતું નથી, પરંતુ ઘણા નિષ્ણાતો માને છે કે, માદા પશુઓમાં પેશાબની નળી ખૂબ પહોળી હોય છે અને તેના કારણે અનિચ્છનીય તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. પરંતુ નર પશુઓમાં પેશાબની નળી પાતળી હોય છે જેના કારણે પથરી થવાની સંભાવના વધારે થઇ જાય છે._x000D_ પશુઓમાં પથરીનાં લક્ષણો:_x000D_ 1. પશુ થોડા થોડા સમયના અંતરે પેશાબ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પેશાબ આવતો નથી._x000D_ 2. પશુ ગભરાયેલું રહે છે અને બેચેનીના કારણ તે ઉઠ બેસ કરે છે._x000D_ 3. ચારો ખાવાનું બંધ કરી દે છે._x000D_ 4. પેટ સામાન્ય કરતા વધુ ફુલેલું જણાય છે. _x000D_ લક્ષણો જોવા મળે ત્યારે:_x000D_ 1. પશુની હરકતો પર વિશેષ ધ્યાન આપવું._x000D_ 2. પાણીની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું._x000D_ 3. ઘરેલું ઉપાય ન કરતા પશુ ડોક્ટરનો સંપર્ક કરવો._x000D_ સંદર્ભ : કૃષિ જાગરણ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો._x000D_
280
0
સંબંધિત લેખ