કૃષિ વાર્તાકૃષિ જાગરણ
સૌર ડ્રાયર ઓછા સૂર્યતાપમાં પણ શાકભાજીને સુક્વશે
સૌર ડ્રાયર(શોષક) મશીન, જે માત્ર 19,000 રૂપિયામાં તૈયાર કરાવાઇ છે. તે માત્ર એક જ દિવસમાં વટાણા, કારેલા, કોબીજ, પર્ણ કોબીને સૂકાવી શકે છે; તે સૂર્યના ઓછા તાપમાં પણ કાર્ય કરી શકે છે. શાકભાજીને સૂકાવી તેનો બગાડ થતો અટકાવવા અને તેમનો ઓફ સીઝન માટે સંગ્રહ કરવા ‘બીએચયુ કૃષિ વિજ્ઞાન સંસ્થા’ દ્વારા ‘સૌર ડ્રાયર’ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. ખેડૂતો ઓફ સીઝનમાં પણ આવા શાકભાજીનું વેંચાણ કરી નફો મેળવી શકે છે. આ મશીનને કેન્દ્રિય યોજના અંતર્ગત ખેડૂતોને ફાળવવામાં આવશે, અને તેમને આના માટે પ્રશિક્ષિત પણ કરવામાં આવશે.. કૃષિ વિજ્ઞાનની સંસ્થા, બીએચયુ,ના પ્રધ્યાપક જે.એસ. બોહરાએ કહ્યું હતું કે સૂર્ય દ્વારા અન્નના કણોને સૂકવવાની પ્રક્રિયા આદીકાળથી ચાલતી આવે છે. છતાં વાતાવરણ નો કચરો, અચાનક થતો વરસાદ, જીવાંત અને ઇયળ વગેરે બગાડ માટે જવાબદાર છે આવી બાબતોના કારણે ઘણી બધી સામગ્રીને એક સાથે સૂકવવી શક્ય નથી. આ સૌર ડ્રાયર એક જ સમયે સહજતાથી 10 થી 12 કિગ્રા શાકભાજી સૂકવી શકે છે.
સૌર ડ્રાયર(શોષક)ની કાર્યપ્રણાલી સૌર ડ્રાયર(શોષક) કાર્યરત રીતે સૂર્યના તાપનું ગરમ હવામાં રૂપાંતર કરે છે અને તેને સૌર ઊર્જાથી સજ્જ સૌર પેનલો દ્વારા ચેમ્બરમાં મોકલે છે. તેમાં લાગેલા પંખા વડે ગરમ હવાનો સંચાર સરળતાથી થાય છે; કચરો ડ્રાયરમાં પ્રવેશે નહિં તે માટે એક કાચ મૂકેલો હોય છે. આ મશીનમાં, માત્ર એક જ દિવસમાં, વટાણા, કારેલા, કોબીજ, વિગેરે સૂકવી શકાય છે. સૌર ડ્રાયરને ‘ રાષ્ટ્રીય ટકાઉ કૃષિ મિશન ’ હેઠળ માત્ર 19000 રૂપિયામાં તૈયાર કરાવી શકાય છે. આ યંત્ર ન્યૂનત્તમ સૂર્ય પ્રકાશ અને ભારે શિયાળામાં પણ કામ કરે છે. સ્ત્રોત – કૃષિ જાગરણ, માર્ચ 29, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
43
0
સંબંધિત લેખ