પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઓના આહારમાં ખનીજ તત્વોની પરિસ્થિતિ
સફળ પશુપાલન વ્યવસાયમાં પશુઓને ખોરાક દ્વારા મળતા પોષક તત્વોમાં પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, તૈલી પદાર્થો, પ્રજીવકો ઉપરાંત ખનીજ તત્વો અગત્યના છે. આ ખનીજ તત્વોના મુખ્ય બે પ્રકાર છે. પહેલા મુખ્ય ખનીજ તત્વો જેવા કે, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ અને સલ્ફર છે, જ્યારે ગૌણ ખનીજ તત્વોમાં, લોહ, તાંબુ, જસત, કોબાલ્ટ, મેંગેનીઝ, આયોડીન, સેલીનિયમ, ફ્લોરીન, ક્રોમિયમ, નિકલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરોક્ત તત્વો પશુઓને આપવામાં આવતા રોજિંદા આહારમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે કે કેમ? તે નક્કી કરવું જોઈએ અને જો તે પૂરતા પ્રમાણમાં ન હોય તો, ક્ષાર મીક્ષર (મિનરલ મીક્ષર) દ્વારા તે પૂરા પાડવા જોઈએ, કારણ કે ખનીજ તત્વો બહુ જ અલ્પ પ્રમાણમાં જ જરૂરી છે, પરંતુ તે પૂરતા પ્રમાણમાં ન હોય, તો તેની ઉણપથી પશુઓમાં અનેક પ્રકારના રોગ થાય છે. પશુની વૃદ્ધિ, ઉત્પાદન અને પ્રજનન ક્ષમતા પર માઠી અસર થાય છે.ત્યારે આ રોગ થાય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો:- સૂક્ષ્મ ખનીજ તત્વોનું પાણીમાં ખૂબ જ ઓછું પ્રમાણ હોય છે, માટે પાણી દ્વારા તેની ઉપલબ્ધતા ના બરાબર છે, પરંતુ જયારે પાણીમાં કલોરિનનું પ્રમાણ વધારે માત્રામાં હોય તો તકલીફ ઉભી થાય છે. ધાન્ય પાકોની આડપેદાશો એવા પરાળ કરતા ગોતરમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ખૂબ સારું હોય છે. તેથી આવા પરાળ અને ગોતરનું મિશ્રણ કરીને પશુને ખવડાવવું ફાયદાકારક છે. જુદી જુદી જાતના ખોળ, થુલું, કઠોળ અને પાંદડાઓ, અપ્રચલિત પશુઆહાર જેવા કે દેશી બાવળની શીંગો, ગાંડા બાવળની શીંગો, કેરીની ગોટલી વગેરેનો ખોરાકમાં ઉપયોગ સૂક્ષ્મતત્વોની ઉપલબ્ધતા અને ઉણપ દૂર કરવાની સૂચક અને અર્થકારક રીત છે. આમ છતાં જો પશુના રોજિંદા આહારમાં પૂરતા પ્રમાણમાં મુખ્ય કે સૂક્ષ્મ ખનીજ તત્વો ના મળી રહેતા હોય તો તે સમયે પશુને રોજ પશુ માટેનું ક્ષાર મિશ્રણ જે બજારમાં મળતું હોય છે, તે રોજ એક પશુ દીઠ ૩૦-૫૦ ગ્રામ જેટલું આપવું જ જોઈએ. સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
177
0
સંબંધિત લેખ