ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના વાવેતર માટે જાત પસંદગી
ખેડૂત મિત્રો, મગફળીનો પાક ગુજરાત ના ખેડૂતો માટે ખુબ અગત્યનો છે.સામાન્ય રીતે રેતાળ, ગોરાડું, કાળી, સારી નીતાર શક્તિવાળી જમીનમાં મગફળીનો પાક થાય છે. મગફળીના મબલક ઉત્પાદન માટે વિસ્તાર મુજબ પાણીની લભ્યતા અને જમીનના પ્રત પ્રમાણે જાત પસંદગી કરવી. ભારે વરસાદવાળા વિસ્તારમા ચોમાસુ વાવેતર માટે વેલડી, મધ્યમ વરસાદવાળા વિસ્તારમા અર્ધવેલડી અને ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ઉભડી જાતો પસંદ કરવી. આ જ રીતે ભારે કાળી જમીનમાં વેલડી, મધ્યમ કાળી જમીનમા અર્ધ વેલડી અને ગોરાડુંથી રેતાળ જમીનમાં ઉભડી મગફળી વાવેતર માટે પસંદ કરવી. • ઉભડી જાતો જે: ૧૧, જીજી: ૨, જીજી: ૫, જીજી: ૭ • વેલડી: જીઍયૂજી: ૧૦, જીજી: ૧૧, જીજી: ૧૨, જીજી: ૧૩ • અર્ધ વેલડી: જીજી ૨૦.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
251
1
સંબંધિત લેખ