ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ ઋતુમાં લેનાર કેટલા પાકોની વાવણી પહેલા બીની માવજત વિષે જાણો
કેટલાક ઉનાળુ પાકોની વાવણી કે રોપણી વખતે દવાની માવજત આપવાથી પાકની શરુઆતની અવસ્થાએ આવતી જીવાતો સામે ઓછા ખર્ચે રક્ષણ મેળવી શકાય છે. ચાલો કેટલીક બી/ધરુને દવાની માવજત વિષે જાણીએ અને અપનાવિએ. 1. ઉનાળુ જુવારને વાવતા પહેલા ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ અથવા કાર્બોસ્ફાન ૩૫ એસટી ૫ ગ્રા પ્રતિ એક કિ.ગ્રા. બી પ્રમાણે માવજત આપી સાઠાં માખી સામે રક્ષણ મેળવો. 2. ઉનાળુ મકાઇમાં ગાભમારાની ઇયળ માટે થાયામેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ ૫ ગ્રા પ્રતિ કિ.ગ્રા. બી પ્રમાણે માવજત આપો. 3. ઉનાળુ મગફળીમાં તડતડિયા અને થ્રીપ્સના અ‍ટકાવ માટે ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૩ ગ્રા અથવા થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ ૧ ગ્રા પ્રમાણે બીની માવજત આપો. 4. ઉનાળુ મગમાં ચૂસિયા જીવાતને રોકવા માટે થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ ૩ ગ્રા અથવા એસિટામિપ્રીડ ૨૦ એસપી ૭ ગ્રા અથવા ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૭.૫ ગ્રા પ્રમાણે બીની માવજત આપો.
5. ઉનાળુ ભીંડામાં ચૂસિયાં જીવાતના અ‍ટકાવ માટે ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રા અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૯ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યુએસ ૪.૫ ગ્રા અથવા થાયોમેથોક્ઝામ ૩૫ એફએસ ૯ મિલિ પ્રતિ કિલો બીનો પટ્ટ આપી વાવેતર કરો. 6. ઉનાળુ મરચીનું ધરુવાડિયુ કરતી વખતે બીને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૭.૫ ગ્રામ પ્રતિ કિલો બી પ્રમાણે માવજત આપો. 7. મરચીની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રોપવાથી ચૂસીયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ મેળવો. 8. કાકડી, દૂધી, તૂરિયા જેવા પાકના બીને થાણતા પહેલા ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૭.૫ ગ્રા અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યુએસ ૪.૫ ગ્રા પ્રતિ કિલો બી પ્રમાણે માવજત કરી પાનકોરિયા અટકાવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
309
30
સંબંધિત લેખ