AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
19 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
વૈજ્ઞાનિકો એ વિકસાવી ઘઉંની નવીનતમ જાત, જેનું 55 થી 60 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન
ઘઉં એ રવી સીઝનનો મુખ્ય પાક છે. તેનું વાવેતર મોટાભાગે શેરડી અને ડાંગરની કાપણી પછી થાય છે. જોકે, ઘઉંના વાવેતર દરમિયાન, ખેડૂતોના મનમાં સૌથી મોટો અને પહેલો સવાલ એ હોય છે કે ઘઉંની કયા પ્રકારની જાત પસંદ કરવી જેમાં ઉત્પાદન સારું મળે. તે ઉપરાંત, ઓછા સમયમાં વધુ ઉપજ આપે. કારણ કે સામાન્ય રીતે ઘઉંના વાવેતર સમયે ખેડુતો સારી જાતો પસંદ કરી શકતા નથી. પરિણામે, ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. આવા સંજોગોમાં, ખેડૂતોને નિરાશ થવાની જરૂર નથી. કારણ કે વર્તમાન સમયમાં વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે. આ જ ક્રમમાં મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના પવારખેડા ખાતેના કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો એ ઘઉંની અનેક જાતોની શોધ કરી છે. ઘઉંની આ જાતો અંગે તેઓનો દાવો છે કે નવી જાતનું ઉત્પાદન એક હેક્ટરમાં દોઢ ગણું એટલે કે એક હેક્ટરમાં 55 થી 60 ક્વિન્ટલ થશે, જે હાલમાં 35 થી 40 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.
આ વર્ષે કૃષિ સંશોધન કેન્દ્ર પવારખેડાએ ઘઉંની નવી જાતો જેડબ્લ્યુ 1201, જેડબ્લ્યુ 1202, જેડબ્લ્યુ 1203 જાતના બિયારણ વાવણી માટે સહકારી મંડળીઓને આપ્યા હતા. ઘઉંની આ નવી જાતનું ઉત્પાદન પ્રતિ હેક્ટર 55 થી 60 ક્વિન્ટલ છે. આ પાક 115 થી 120 દિવસમાં પાકી ને તૈયાર થઇ જાય છે. 100 કિલો બીજ પ્રતિ હેક્ટર વાવેતર કરે છે. ઘઉંની આ જાત નું બિયારણ 2-3 સે.મી. ના અંતરે વવાય છે. સંદર્ભ - કૃષિ જાગરણ, 18 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
149
14