પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ઉનાળામા પશુઓની વૈજ્ઞાનિક માવજત
આજના આ લેખમાં આપણે પશુને ગરમી થી બચાવાના ઉપાયો વિશે જાણીશું. રહેઠાણના વાતાવરણમા ક્રૃત્રિમ ફેરફાર કરીને: • આ રીતમા ગાય-ભેંસને સીધા સૂર્યપ્રકાશ સામે લાંબો સમય સલામતી આપવામા આવે છે. દિવસે ગરમીના સમય દરમિયાન ભેંસોને છાણ-માટીના છાપરાથી બનેલા શેડમા રાખવી, સીધા સૂર્યપ્રકાશને અટકાવશે. • શેડની આજુબાજુ ઘાસ, નાના છોડ વગેરે પણ સૂર્યપ્રકાશની અસર ઘટાડે છે. • રાત્રિના સમયે ભેંસોને વાડામાં ખુલ્લી રાખવી. પાણીનો છંટકાવ:- • ઉનાળામા ભેંસોના શરીરને પાણી દ્વારા ભીનું રાખવાથી અસરકારક રીતે શરીરનુ તાપમાન ઘટાડી શકાય છે. શેડમા પશુ ઉપર દિવસના ૧૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધીમાં ત્રણથી ચાર વાર પાણીનો છંટકાવ (૫ થી ૧૦ મિનિટ) ખુબ જ સારી અસર કરે છે. • મોટા ડેરી ફાર્મમા છત પર ફુવારા ફીટ કરીને પાણીનો સ્પ્રે કરી શકાય. ખાસ કરીને ગામડાઓમાં ભેંસોને જલવિહાર માટે તળાવમા લઈ જવામા આવતી હોય છે. પુરતા પાણીનુ આયોજન રાખવુ.
પશુના આહારમા ફેરફાર કરીને:- • ઘાસચારા નિરણની ફીકવન્સી ૬ થી ૮ ગણી વધારવી, ઠંડા કલાકોમાં ખોરાક આપવો, ખોરાકમા રેસાનુ પ્રમાણ ઓછુ હોય, તેવો ઉત્તમ શ્રેણીનો આહાર આપવો જોઈએ. દાણ કરતા ઘાસચારો શરીરમા ગરમી વધુ પેદા કરે છે, જે હિતાવહ નથી. • બની શકે તો રાત્રે પશુઓને ચરાણ માટે લઈ જવા, આનાથી બે ફાયદા થાય, એક તો દિવસની ગરમીની અસર ના નડે અને બીજુ દિવસ દરમ્યાન જે સૂર્યપ્રકાશની ગરમી શરીરમા શોષાય હોય, તેનું રાત્રિ સમયે વિસર્જન થઈ શકે. સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ આ માહિતી ને લાઈક કરો અને અન્ય મિત્રો સાથે તેને શેર કરો.
132
0
સંબંધિત લેખ