પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ઉનાળામાં પશુઓની વૈજ્ઞાનિક માવજત (ભાગ- ૧)
• તાપમાનમા થતા ફેરફારની અસર મૂંગા પશુઓ પર પણ થતી જોવા મળે છે. જેના કારણે પશુ તણાવ અનુભવે છે. _x000D_ • જ્યારે પશુના શારીરિક તાપમાનમાં ૧ ડીગ્રી સેં. નો વધારો થાય છે, ત્યારે શરીર મા ૪૧૦ કિલો કેલરીનો સંચય થાય છે. પરિણામે પેટની ગતિ ઓછી થાય છે, પેટમા ખોરાકનો ભરાવો થાય છે, અને પશુમા ખોરાક લેવાનુ પ્રમાણ ઘટતુ જોવા મળે છે._x000D_ • ઉનાળામાં દિવસો લાંબા અને સૂર્ય તાપની તીવ્ર પ્રખરતાવાળા હોવાથી ખુલ્લા વાતાવરણમા રહેલા પશુઓના શારીરિક તાપમાનમાં ઝડપથી 3 થી 4 ડીગ્રી સેં.નો વધારો થતા લું (હીટ સ્ટ્રોક કે સનસ્ટ્રોક) પણ પશુને લાગી શકે છે, પ્રાણી બેભાન થઈ જાય છે અને જો તુરંત સારવાર ના મળે તો પશુ મરણ પામે છે. _x000D_ • ગરમીના તણાવથી પશુઓની વર્તણુંકમા ફેરફાર થાય છે, આ ફેરફારો જાણીને તેનુ સત્વરે યોગ્ય નિદાન કરી શકાય. _x000D_ ફેરફારો નીચે મુજબ છે :_x000D_ • ઊંચો શ્વસન દર: જાનવરનો શ્વસન દર પંદરથી વીસ ગણો વધી જાય છે. જે શરીરના ડાબી બાજુના ખાડાની ચામડી દ્વારા થતી હલન-ચલન વડે જાણી શકાય છે. પશુના વધારે હાંફવાને લીધે ઘણી વખત આ સ્થિતિ ભયજનક બની જાય છે. આ ઉપરાંત શરીરનુ તાપમાન ઊંચુ જાય છે._x000D_ • મોં ખુલ્લુ રાખી શ્વસન કરવુ: આ એક છેલ્લી સ્થિતિના તણાવની નિશાની છે, જેમાં પશુ મોં આગળ કરીને, જીભ બહાર કરીને, ખુબ જ પ્રમાણમા લાળ ઝારે છે અને પગ પહોળા રાખીને ઊભુ રહે છે._x000D_ _x000D_ વધારે માહિતી આગળ લેખમા મેળવીશું._x000D_ લેખ સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ _x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
515
0
સંબંધિત લેખ