કૃષિ વાર્તાગૉંવ કનેક્શન
દુષ્કાળમાં પણ સારું ઉત્પાદન આપતી સોયાબીનની જાતો પર સંસોધન
વૈજ્ઞાનિકોએ સોયાબીનની આનુંવાનશિક જાતો શોધી છે, જે સોયાબીનની નવી જાતો વિકસાવવામાં મદદ કરશે, અને તેનું ઉત્પાદન દુષ્કાળના કારણે અસર પામશે નહિ. ભારતીય સોયાબીન સંશોધન સંસ્થા ઇન્દોરના વૈજ્ઞાનિકોએ દુષ્કાળ સામે ટકી શકે તેવી સોળ આનુંવાશિક જાતોનો અભ્યાસ કર્યો હતો. આ સોળ જાતોને સામાન્ય પિયતની સ્થિતિમાં મુકવામાં આવી હતી. આ બાદ પ્રયોગ તરીકે તેમણે પાણી આપવામાં આવ્યું ન હતું, જ્યારે કેટલાંક છોડને સામાન્ય પિયત આપવામાં આવ્યું હતું.
ડો.વિરેન્દ્ર સિંઘ ભાટિયા, ભારતીય સોયાબીન સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે સોયાબીનની ચાર જાતો (EC 538828, JS 97-52, EC 456548, અને EC602288 ) દુષ્કાળ પ્રતિરોધક ગણવામાં આવ્યા હતા. આ જાતો પાસે દુષ્કાળ સામે લઢવાની ક્ષમતા છે, આ જાતો દુષ્કાળમાં જમીન માંથી પાણી અને કુશળતાપૂર્વક પોષકતત્વો લેવા માટે સક્ષમ છે. તેના પાન મીણ જેવો પદાર્થ ધરાવે છે કે દુષ્કાળ દરમિયાન થતી પાણીની ઘટ સામે રક્ષણ આપે છે. સોયાબીન સામાન્ય રીતે વરસાદવાળા વિસ્તારમાં ઉગાડવામાં આવ્યા છે. સોયાબીન ભારતમાં 12 મિલિયન ટન ઉત્પાદન સાથે ઝડપી ઉગતા પાકોમાં એક છે. મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને રાજસ્થાન સોયાબીનનું ઉત્પાદન કરતા ત્રણ મુખ્ય રાજ્યો છે. સ્ત્રોત- ગૉંવ કનેક્શન, 06 મે 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
254
0
સંબંધિત લેખ