મોનસુન સમાચારabpasmita.in
હાલ ગુજરાતમાં કેમ ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે? જાણો કારણ
હાલ ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે. હવામાન વિભાગ પ્રમાણે 31 જુલાઈથી કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદની જોવા મળશે. નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 29 જુલાઈ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
32
0
સંબંધિત લેખ