મોનસુન સમાચારabpasmita.in
રાજકોટમાં પડ્યો કમોસમી વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયો કપાસનો જથ્થો
અમદાવાદઃ ઘણાં વર્ષો બાદ આ વખતે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લેતું. હાલ ગુજરાતમાં શિયાળીની શરૂઆત થઈ ગઈ છે જોકે વરસાદ બંધ થવાનું નામ લેતો જ નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં 13 અને 14 નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે કપાસનો જથ્થો પલળી ગયો હતો.
હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે આગામી પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું હતું કે, અપર એર સાયક્લોન ડિસ્ટર્બન્સના કારણે 13 અને 14 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે. મોરબી, રાજકોટ, જામનગરમાં 13 તારીખે વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર સહિત અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંદર્ભ : એબીપી અસ્મિતા, 12 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
13
0
સંબંધિત લેખ