મોનસુન સમાચારabpasmita.in
ગુજરાતમાં 19થી 26 ફરી મેઘમહેરની આગાહી
રાજ્યમાં 100 ટકા કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે સપ્‍ટેમ્‍બરના બાકીના દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં આગામી 19થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં બંગાળની ખાડીનું લો-પ્રેશર મજબુત બની ડિપ્રેશન કે સાયક્લોન બનવા અંગે આઇએમડી અને વિદેશના મોડેલોમાં થોડા મતમતાંતર છે પણ ગુજરાતમાં આગામી 10 દિવસ વરસાદ પડવાની શક્યતા છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 18 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
13
0
સંબંધિત લેખ