કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખુશખબર : ટેકાના ભાવે રવિ પાકની ખરીદી 15 એપ્રિલથી શરૂ
કોરોના વાયરસના કારણે માનવ જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આ વાયરસ ખેડુતો પર ઓછો થયો છે, પરંતુ લોકડાઉનને કારણે અન્નદાતા પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે તાલમેલ કરવામાં વ્યસ્ત છે. આ કુદરતી આફતોને કારણે રવી પાકને નુકશાન થયું છે અને જે બાકી છે તેને વેચવામાં લોકડાઉન અવરોધ બની રહ્યું છે. લોકડાઉનને કારણે ટેકાના ભાવે રવી પાકની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. કૃષિ મંત્રીએ કહ્યું છે કે ઘઉં જેવા રવિ પાક પેદાશોની ખરીદીમાં હવે વધુ વિલંબ થશે નહીં. _x000D_ કૃષિ મંત્રીએ દેશવ્યાપી લોકડાઉન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પાક, ખાસ કરીને ફૂલો અને ફળો જેવા અલ્પ સમય માં નાશ થવા વાળી પેદાશો ના નુકસાનને પણ સ્વીકાર્યું. અલ્પ સમય માં નાશ થવા વાળી પેદાશો ના નુકશાનના જવાબમાં તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ટ્રેનો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ લઈ જવાની શરૂઆત કરશે અને મહત્વના શહેરોમાં તેના વેચાણથી ખેડૂતોને મદદ મળશે. તેમણે કહ્યું કે આ રીતે ખેડૂતોની મદદ માટે અમે માર્કેટ હસ્તક્ષેપ યોજના પણ લાગુ કરી છે._x000D_ કૃષિ મંત્રી એ કહ્યું કે, પહેલા દિવસથી અમારી પ્રાથમિકતા છે કે આ લોકડાઉન થી ખેતી સાથે નું કામ બંધ ન થવું જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમન્વયમાં પગલાં લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે ઘઉંની ખરીદી 15 એપ્રિલથી શરૂ થશે અને કેન્દ્રો ખેડૂતો ની ઉપજ ખરીદી માટે રાજ્ય ની સાથે મળીને કામ કરી રહ્યા છે._x000D_ સંદર્ભ: કૃષિ જાગરણ 12 એપ્રિલ 2020_x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
457
0
સંબંધિત લેખ