પશુપાલનwww.vetextension.com
દુજણાં પશુને બાહ્ય પરોપજીવીથી રક્ષણ
બાહ્ય પરોપજીવીઓ પશુના વાળ અને ચામડી પર રહે છે અને પશુઓને બહારથી નુકસાન કરે છે. બાહ્ય પરોપજીવી પશુના શરીર પર સ્થાયીરૂપે અથવા સમય-સમય પર પોષણ મેળવવા માટે શરીર પર ચોંટી જાય છે. બાહ્ય પરોપજીવીઓથી નુકસાન તેમના શરીર પર ચોંટી જવાથી પશુઓની ચામડી શુષ્ક થઇ જાય છે, વાળ ખરવા લાગે છે. તેમાં લોહીની ઉણપ આવે છે, પશુ ખાવા પીવાનું છોડી દે છે અને તેમના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. ઉપચાર બાહ્ય પરોપજીવીઓની હાજરી, સંખ્યા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશુ ડોક્ટરની સલાહથી નીચે આપેલ દવા નો ઉપયોગ કરી શકાય છે. ઉપચાર દરમ્યાન સાવચેતી 1. પશુઓને દવાથી નવડાવતા પહેલા પશુને પાણી પીવડાવી લેવું. 2. દરેક પશુને એકસાથે જ નવડાવી લેવા. 3. પશુઓના રહેઠાણ માં પણ છંટકાવ કરવો જેથી બાહય પરોપજીવીનું સંપૂર્ણ નિયંત્રણ કરી શકાય. સંદર્ભ:www.vetextension.com
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
377
0
સંબંધિત લેખ