પશુપાલનhpagrisnet.gov.in
પશુ ને ગાંઠિયો તાવના લક્ષણ અને તેની સારવાર
આ રોગ જીવાણું દ્વારા ફેલાય છે જે ગાય અને ભેંસ બંનેને થઇ શકે છે. આ રોગમાં પશુને પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, પશુ ચાલી ના શકે(લંગડાય), થાપાના ભાગે ખરાબ વાસવાળુ કાળુ પ્રવાહી ભરાયેલું હોય. સોજાની જગ્યા ઉપર દબાવવાથી કડ-કડ નો અવાજ આવે. સારવાર અને નિવારણ: રોગગ્રસ્ત પશુને સારવાર હેતુ તરત જ નજીક ના પશુ ચિકિત્સાલય માં સંપર્ક કરવો જોઈએ જેથી પશુને તાત્કાલિક પૂરતી સારવાર મળી રહે. વિલંબ કરવાથી પશુને બચાવવું મુશ્કેલ બને છે. કારણ કે બેક્ટેરિયા દ્વારા ઝેર શરીરમાં સંપૂર્ણપણે ફેલાય જાય છે, જે પશુના મૃત્યુનું કારણ બને છે. સારવાર હેતુ ઉંચી માત્રામાં પ્રોકે પેનિસિલિનની રસી આપવામાં આવે છે, અને તે દવા સોજા ની જગ્યાએ સોય દ્વારા માંસમાં આપવામાં આવે છે. આ રોગને રોકવા માટે પશુચિકિત્સાલયમાં વિના મૂલ્યે રસી આપવામાં આવે છે, તેથી પશુપાલકોએ આ સુવિધાનો લાભ અવશ્ય લેવો જોઇએ. સંદર્ભ: hpagrisnet.gov.ins
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
249
0
સંબંધિત લેખ