જૈવિક ખેતીએગ્રોવન
જીવામૃતની તૈયારી , સારી ઉપજ મેળવવા માટે
જીવામૃત માઈક્રોબાયલ સંવર્ધન છે. તે પોષકતત્વ પુરા પડે છે, જીવામૃત પાકમાં ફૂગજન્ય અને બેક્ટેરિયાજન્ય રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. જીવામૃત કેવી રીતે તૈયાર કરવું : ૧. પીપમાં ૨૦૦ લીટર પાણી ભરો, તેમાં ૧૦ કિલો ગાયનું તાજું છાણ ઉમેરો અને ૫ થી ૧૦ લીટર ગૌમૂત્ર ઉમેરો,૨ કિલો ગોળ (દેશી ગોળ, દારૂડિયો ગોળ ) ઉમેરો, ૨ કિલો કઠોળનો લોટ અને સામાન્ય બંધ પાળાની માટી(જ્યાં કોઈ દવાનો છંટકાવ થયેલ ન હોય) ૨. જીવામૃતનું દ્રાવણ મહિનામાં બે વખત સિંચાઈ દ્વારા આપવું અથવા ૧૦% મુજબ છંટકાવ તરીકે આપવું.
જીવામૃતના લાભો: ૧. જીવામૃત, જે છોડને ઝડપી વિકાસ માટે અને સારી ઉપજ માટે મદદરૂપ થાય છે. ૨. તે ઉધઈ અને રોગો સામે રક્ષણ આપે છે. ૩. તે ફાયદાકારક જીવોની કાર્યક્ષમતા વધારે છે અને જમીનમાં જૈવિક કાર્બનને પ્રોત્સાહન આપે છે. સંદર્ભ: http://www.fao.org જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
705
3
સંબંધિત લેખ