AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
પીએમ-કિસાન યોજના સાથે સંકળાયેલા ખેડુતોને 15 દિવસમાં આપવામાં આવશે કેસીસી કાર્ડ
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) આપવા માટે 15 દિવસનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આગામી 15 દિવસમાં આ યોજના સાથે સંકળાયેલા તમામ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
કૃષિ મંત્રાલયે આપેલી માહિતી મુજબ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ, ખેડુતો બેંક પાસેથી 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ લોન 7 ટકાના દરે ઉપલબ્ધ છે, જે સમયસર જમા કરવા પર ત્રણ ટકા સુધીની વ્યાજની છૂટ પણ આપે છે. આ રીતે, કિસાન ક્રેડિટ કાર્ડ પર સમયસર ચુકવણી કરવા પર, ખેડૂતોએ ફક્ત 4% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. સરકારનું આ અભિયાન 10 ફેબ્રુઆરી, 2020 થી શરૂ થયું છે અને તે 15 દિવસ સુધી ચાલશે. આ અંગેની વિગતવાર સૂચનાઓ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, તમામ બેંકોના મેનેજિંગ ડિરેક્ટર અને નાબાર્ડના અધ્યક્ષને આપવામાં આવી છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 11 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
2119
4