કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
પીએમ-આશા : માત્ર 9 રાજ્યોમાંથી જ કઠોળ-તેલીબિયાની ખરીદી કરવામાં આવશે
પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન' (PM-AASHA) યોજના ના અંતર્ગત, કેન્દ્ર સરકારે હાલની રવિ સિઝન 2018-19 માં માત્ર નવ રાજ્યોમાંથી કઠોળ અને તેલીબિયાંની ખરીદી કરવાની પરવાનગી આપી છે. આ નવ રાજ્યોમાંથી, કુલ કઠોળ-તેલીબિયાં ઉત્પાદનના માત્ર 24% ખરીદવાનું લક્ષ્ય નિશ્ચિત કરવામાં આવેલ છે.
NAFAD ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલની રવિ સિઝન, 2018-19માં, કઠોળ અને તેલીબિયાં તેલંગાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાંથી ખરીદવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ રાજ્યો માથી લઘુતમ ટેકાના ભાવ (MSP) મુજબ 43,89,787 ટન ચણા, સૂર્યમુખી, મગફળી, મગ, અડદ, મસૂર અને સરસવ ખરીદવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. 2018-19 ની વર્તમાન રવિ સિઝનમાં ટેકાના ભાવ મુજબ 22,24,823 ટન ચણા, મસૂર 2,81,165 ટન અને 16,58 લાખ ટન સરસવ ખરીદવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 63,000 ટન મગફળી, 43,228 ટન મગ અને 1,28,815 ટન અડદ ખરીદવાનું લક્ષ્યાંક રાખવામા આવ્યું છે. સ્ત્રોત- આઉટલુક એગ્રીકલ્ચર, 30 માર્ચ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
8
0
સંબંધિત લેખ