કૃષિ વાર્તાકૃષિ જાગરણ
મફત વીજળી ઉત્પન્ન કરવા માટે સૌર સંચાલિત વૃક્ષો લગાવો
સોલાર પેનલ ખુબ મોટી હોવાથી તે ગમે ત્યાં મૂકી શકાતી નથી. આ સમસ્યાને દૂર કરવા માટે, દુર્ગાપુરમાં સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CMEIR) ના વૈજ્ઞાનિકોએ સોલાર પાવર ટ્રી વિકસાવ્યું છે. આ સોલાર પાવર ટ્રી ઓછી જગ્યામાં પણ લગાડી શકાય છે અને મફત વીજળી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. સીએમઈઆરઆઈ, જે વિજ્ઞાન મંત્રાલયનો ભાગ હતો, તેણે જલંધર ખાતે યોજાયેલ ૧૦૬મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં 'સોલાર પાવર ટ્રી' દર્શાવ્યું હતું. વૈજ્ઞાનિકો અનુસાર, સોલાર ટ્રી નું એક કિલોવોટનું ઉત્પાદન ખેતરોમાં પંપ ચલાવવા માટે સક્ષમ છે. એક કિલોવોટવાળા સોલાર ટ્રી ચાર-પાંચ રૂમમાં વીજળી ઉત્પન્ન કરી શકે છે. તક્તીઓ (પેનલ્સ) ને એ રીતે સ્થાપિત કરવામાં આવી છે કે સૂર્યાસ્ત સુધી આ તક્તી પર કિરણો પડે છે. સોલાર ટ્રી માં એક સેન્સર લગાવવામાં આવ્યું છે, જે એકલું જ રાત્રે સ્ટ્રીટ લાઈટ ચલાવી શકે છે.
એક ચોરસ મીટર વિસ્તારમાં તેને સરળતાથી વાવી શકાય છે. 1 કિલોવોટ ક્ષમતાવાળા સોલાર પાવર ટ્રી લગભગ 6 ફીટ ઊંચા હોય છે. તેમાં ચારથી પાંચ તક્તી હોઈ શકે છે. જરૂરત પ્રમાણે સૌર તક્તીની લંબાઈ વધારી શકાય છે અને વધુ સૌર તક્તી ગોઠવી શકાય છે. સૌથી મોટી 10 કિલોવોટની પેનલમાં 20 ફૂટના 'સોલાર પાવર ટ્રી’ની જરૂર પડે છે. આ સોલાર ટ્રી પર આશરે 40 થી 50 સૌર તક્તીઓ (પેનલ્સ) સ્થાપિત કરી શકાય છે. સંદર્ભ- કૃષિ જાગરણ, 10 જાન્યુઆરી, 2019
268
0
સંબંધિત લેખ