જૈવિક ખેતીખેતી બધાં માટે
ભાગ – I જૈવિક ખાતર વડે છોડનું સ્વાસ્થ્ય સુધારો
એગ લાઇમ એમિનો એસિડ ફોર્મુલેશન. ઇંડાની બહારની પરત કે જે કૅલ્શિયમ તત્વ આપે છે, ગોળ કે જે આયર્ન તત્વ આપે છે જે પાકના પોષણ માટે ખૂબ જરૂરી છે તેનાથી છોડ રોગ અને જીવાત પ્રતિકારક તેમજ સ્વસ્થ બને છે. આ દ્રાવણ ડાંગર, ઘઉં, કેળ, શાકભાજી, ભાજીઓ, ફળો અને વૃક્ષોને આપી શકાય છે. તે છોડનો સારો વિકાસ કરે છે. એગ લાઇમ એમિનો એસિડ બનાવવામાં વપરાતાં ઘટકો • લીંબુ : 20-25નંગ • ગોળ : 250 ગ્રામ • ઇંડા (મરઘીના) :10-15નંગ
બનાવવાની પદ્ધતિ • લીંબુને કાપો અને તેના રસને એક પાત્રમાં ભરો. • ગોળને ઓગાળી અને લીંબુના રસમાં મિશ્ર કરી દ્રાવણ બનાવો. • ઇંડાને પાત્રના તળીયે ગોઠવો અને તે તરતાં નથી તેની ખાત્રી કરવી. પાત્રને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી 10 દિવસ માટે છાંયડામાં રાખો. • 10માં દિવસે, ઇંડા તથા તેનું બહારનું કવચ રબ્બરના બૉલની જેમ કડક થઇ જશે. • ઇંડાને તેના બહારી કવચ સાથે જ લીંબુ અને ગોળના દ્રાવણમાં મિશ્ર કરો. • હવે કેટલા લિટર દ્રાવણ તૈયાર થયું તે માપો. • આ દ્રાવણમાં જેટલા જ માપનું ગોળનું દ્રાવણ તેમાં ઉમેરો. • ફરી, પાત્રને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરો અને બીજા 10 દિવસ માટે તેને છાંયડામાં રાખો. • તે પછી દ્રાવણ ઉપયોગમાં લેવા માટે તૈયાર છે. સંદર્ભ એગ્રીકલ્ચર ફોર એવરીબડી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1327
1
સંબંધિત લેખ