ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
(ભાગ 2) ટામેટામાં થતી ત્રિ-રંગીની સમસ્યા
1. ચુસીયા જીવાંતનો ઉપદ્રવ અને વ્યવસ્થાપન - વિવિધ જીવાંતો/ રોગો ટામેટાના પાકના જુદા જુદા વિકાસ તબક્કા દરમિયાન અને જુદી જુદી આબોહવામાં ઉપદ્રવ કરે છે. આ માટે નિવારક પગલાં લેવા આવશ્યક છે. તેમાં સૌથી વધુ અઘરું છે સફેદ માખી અને થ્રીપ્સનું નિયંત્રણ. તેનું વ્યવસ્થાપન કરવા અને તેનો ઉપદ્રવ અટકાવવા માટે થાયોમેથોક્સામ, ઇમિડાક્લોપ્રિડ, ફિપ્રોનિલ, ડેલ્ટામેથ્રિન, ડાયફેંથ્યુંરોન , સ્પિનોસેડ, વિગેરે કીટનાશકનો ઉપયોગ કરવો જોઇએ. 2. વિષાણુજન્ય રોગો માટે લેવાતા પગલાં- ટામેટાનો પાક વિષાણુજન્ય રોગ જેમ કે ટામેટામાં ટપકાંવાળા વાઇરસથી અસરગ્રસ્ત થાય છે. જેના પરિણામે ગુણવત્તા ઘટે છે, માટે આ જીવાંતનું નિયંત્રણ કરવું જોઇએ. આ માટે કીટ વ્યવસ્થાપનની સંકલિત પદ્ધતિ (પીળા-વાદળી ચિકણાં પિંજર)નો અમલ કરવો જોઇએ. જીવાંતના નિયમન માટે યોગ્ય કીટનાશકનો ઉપયોગ કરવો જોઇએ. 3. પાણીનું નિયમિત વ્યવસ્થાપન- જો કોઇ પણ પાકને નિયમિતપણે, સમયસર, અને યોગ્ય માત્રામાં પાણી આપવામાં આવે તો, તેના સારા પરિણામરૂપે ઉપજ અને ગુણવત્તામાં વધારો થાય છે. તેથી, પાણી આપવાનો સમય, દિવસો, બે પિયત આપવા વચ્ચેના સમયગાળાને પાકના તબક્કા, જમીનનો પ્રકાર, અને આબોહવાના આધારે નક્કી કરવાં. શક્ય હોય ત્યાં સુધી તેમાં સુસંગતતા જાળવવી.
4. તાપમાનથી પાકનું રક્ષણ કરવું – ટામેટાની ખેતી મોટાભાગે ઉનાળાની ઋતુમાં જ કરવામાં આવે છે. જ્યારે તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે ત્યારે ટામેટામાં રહેલ રંગ ઉદ્દીપક લાયકોપિન નાશ પામે છે. આથી તે ફળને એકસમાન લાલ રંગ આવતો નથી. તેથી, ખાસ કરીને ઉનાળામાં ખેતી કરવા માટે, બને ત્યાં સુધી ઓર્ગનીક અથવા સફેદ મલ્ચિંગનો ઉપયોગ કરો. આ તાપમાનને ઘટાડવામાં મદદ કરશે અને પરિણામે ઉપજ સારી મળશે. 5. જો ત્રિ-રંગી ફળ જોવા મળે તો તેના માટે લેવાતાં પગલાં- જો નિવારક પગલાં પહેલાથી લેવામાં નહીં આવે, તો લણણી વખતે ત્રિ-રંગી ફળોની સંખ્યામાં વધારો જોવા મળશે. સફેદ મૂળને સક્રિય કરવા માટે, દર અઠવાડિયે કટોકટીના પગલાં તરીકે ટપક પદ્ધતિ દ્વારા હ્યુમિક આપો. ત્યારબાદ, દર 8 દિવસે 5 કિ.ગ્રા. પોટેશિયમ શોનાઇટ આપો, 5 કિ.ગ્રા. કૅલ્શિયમ નાઇટ્રેટ, 5 કિ.ગ્રા. મેગ્નેશિયમ સલ્ફેટ, 500 ગ્રામ બોરોનને એકર દીઠ અલગ અલગ સમયે આપવા. આની સાથે તાપમાન અને પર્યાવરણીય તણાવ(દબાણ)ને ઘટાડવા 200 મિલિ સિલિકોન અને 250 મિલિ કીટોગાર્ડનો એકસાથે દર 15 દિવસે છંટકાવ કરવો. વધારામાં ટપક સિંચાઇ દ્વારા તે દરિયાઇ શેવાળને કાઢવા માટે પણ લાભકારક છે. ટામેટાની ત્રિ-રંગી સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે વિવિધ પાક તબક્કા એટલે કે જમીનની પેરણીથી કાપણી સુધીના તબક્કામાં ઉપર દર્શાવેલ વિવિધ પગલાંનો પ્રયોગ કરવો. સંદર્ભ – તેજસ કોલ્હે, વરિષ્ઠ કૃષિવિજ્ઞાની જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
406
1
સંબંધિત લેખ