મોનસુન સમાચારabpasmita.in
આગામી 24 કલાકમાં અહીં પડશે ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર હરિયાણાના મધ્ય વિસ્તારમાં લો પ્રેસર સર્જાતા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 88.49 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં 4 ઇંચ, જુલાઈ મહિનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 15.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 29 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 19 ઓગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
12
0
સંબંધિત લેખ