જૈવિક ખેતીશેતકરી માસિક
ફળ છેદક જીવાત નું જૈવિક નિયંત્રણ
આ જીવાતનું સંક્રમણ ટામેટા,રીંગણ, ભીંડા, વટાણા વગેરે જેવા પાક પર થાય છે. ફળ છેદક જીવાતનું વધુ સંક્રમણ થવાથી ખેડૂતોને આર્થિક નુકશાન થાય છે. તેથી આ જીવાતોનું યોગ્ય સમયે નિયંત્રિત કરવું જોઈએ.
1. જીવાતોને કાબૂમાં રાખવા માટે મુખ્ય પાકમાં મકાઇ ચોળી નું પિંજર પાક તરીકે વાવેતર કરવું જોઈએ. 2. ટમેટા પાકમાં 14 - 15 ચાસ વચ્ચે 2 ચાસ ગલગોટાનું વાવેતર કરવું જોઈએ. ટામેટા પાકના વાવેતરના 15 દિવસ પહેલાં ગલગોટા પાકનું વાવેતર કરવું જોઈએ. 3. પાક વાવેતર કર્યા બાદ 45 -50 દિવસ પછી ટ્રાયકોગ્રામા ચીલોનીસ મિત્ર જીવાત 45 -50 હજાર પ્રતિ એકર ખાતરમાં છોડવી જોઈએ. કારણ કે, આ મિત્ર જીવાત છેદક જીવાતના ઇંડાની સાથે ઈંડા મૂકે છે, જેનાથી ફળ છેદક જીવાત નાં ઇંડાંનો નાશ પામે છે. 4. ફળ છેદક જીવાત ના નિયંત્રણ માટે લીંબોળી અર્ક 5% નો છંટકાવ કરવો જોઇએ. 5. ખેતરમાં પ્રતિ એકર 5 - 6 ફેરોમોન ટ્રેપ લગાવવા જોઈએ. 6. ચેપગ્રસ્ત ફળોને વીણી તેનો નાશ કરવો જોઈએ. સંદર્ભ: શેતકરી માસિક જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
182
0
સંબંધિત લેખ