AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
23 Sep 19, 01:00 PM
કૃષિ વાર્તાપુઢારી
ડુંગળીનો સંગ્રહ મર્યાદિત કરવા માટે વિચારી રહી છે સરકાર
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર વેપારીઓના ગોડાઉનોમાં ડુંગળીનો સંગ્રહ મર્યાદિત કરવા વિચારી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી સહિતના મોટાભાગના રાજ્યોમાં ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છૂટક બજારમાં ડુંગળીના ભાવ આશરે 70-80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ડુંગળીના ભાવમાં વધુ વધારો ન થાય, તેથી કેન્દ્ર સરકાર વેપારીઓના ગોડાઉનમાં ડુંગળીનો સંગ્રહ મર્યાદિત કરવા વિચારી રહી છે. મહારાષ્ટ્ર સહિતના ડુંગળીના મોટા ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદના પરિણામે બજારમાં ડુંગળીની સપ્લાયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે દિલ્હીમાં ડુંગળીનો ભાવ 57 રૂપિયા કિલો, મુંબઈમાં 56 રૂપિયા કિલો, કોલકતામાં 48 રૂપિયા કિલો સુધી હતો. જેમ જેમ અઠવાડિયાની પ્રગતિ થાય છે,ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને હવે તે 70-80 રૂપિયા થઈ ગઈ છે. સપ્લાય વધારવા સરકારે કેટલાક પગલા લીધા છે. જોકે, ડુંગળીના ભાવ હજી નિયંત્રણમાં આવ્યા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર બે થી ત્રણ દિવસ રાહ જોશે કે ભાવ નિયંત્રણમાં આવે છે કે નહિ. જો આ ન થાય, તો વેપારીઓ સાથે સ્ટોરેજ મર્યાદિત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે. સંદર્ભ - પુઢારી, 23 સપ્ટેમ્બર 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
154
0