મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં હવે ભારે વરસાદ પર લાગી બ્રેક, MP-UP તરફ ફંટાયો
ગુજરાતમાં સરેરાશ 118.11 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સારા વરસાદને કારણે રાજ્યના 205 જળાશયોમાં 87.57 ટકા જળસંગ્રહ થયો છે. તો હવે લીલા દુષ્કાળની ભીતિ જોતાં ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે હવે આનંદના સમાચાર છે કે, ગુજરાતમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. કેમ કે, રાજ્ય ફરતે સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન ઓસરી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આજથી રાજયમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. રાજય ફરતે સર્જાયેલું અપર એર સરકયુલેશન ઓસરી ગયું છે. કેટલાક ભાગમાં છુટોછવાયો વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શકયતા નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના ઓછી છે. હાલ ભારે વરસાદ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તરફ ફંટાયો છે. સરદાર સરોવર ડેમમાં 94.67 ટકા જળસંગ્રહ થયો છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 12 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
23
0
સંબંધિત લેખ