કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખાંડ મિલો ખાંડની જગ્યાએ ઇથેનોલ બનાવવા પર ભાર આપે : ગડકરી
નવી દિલ્હી: કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ખાંડ મિલોને સૂચવ્યું કે ખાંડ ઉત્પાદનની જગ્યાએ ઇથેનોલ બનાવવા પર ધ્યાન આપવું જોઇએ. તેમણે કહ્યું કે દેશમાં ખાંડનું બમ્પર ઉત્પાદન 'મોટી સમસ્યા' છે. ગડકરીએ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ દ્વારા યોજાયેલી 'સુગર કોન્ફરન્સ 2020' ને સંબોધન કરતી વખતે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વર્તમાનમાં દેશમાં ખાંડનું બમ્પર ઉત્પાદન થઇ રહ્યું છે, તેથી ખાંડ ઉત્પાદનમાં વધારો કરવા માટે કોઈ ફાયદો નથી, પરંતુ ઇથેનોલમાં ભવિષ્ય છે, તેથી ખાંડ મિલોને ખાંડની જગ્યાએ ઇથેનોલ બનાવવા માટે ધ્યાન આપવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં પાણીની તંગી નથી પરંતુ પાણી વ્યવસ્થાપનનો અભાવ છે. ગડકરીએ કહ્યું કે કેન્દ્રીય સરકારે ઇથેનોલ પર એક પારદર્શી નીતિ રજુ કરીછે અને પેટ્રોલિયમ કંપની ઇથેનોલ ખરીદવા માટે તૈયાર છે. એકંદરે ઇથેનોલનું માર્કેટ છે. ગડકરીએ કહ્યું કે સરકાર ખાંડ ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે ઘણું બધું કરી રહી છે. સંદર્ભ : આઉટલુક એગ્રીકલ્ચર, 8 જુલાઈ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
16
0
સંબંધિત લેખ