મોનસુન સમાચારabpasmita.in
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે મેઘમહેર, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે.જેમાં પહેલા દિવસે એટલે કે 28ની જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના બાદ કરતા ધીમીધારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં વરસાદ રહેશે. 29મી જૂને બનાસકાંઠા-પાટણ જિલ્લાને બાદ કરતા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાત અને કચ્છના તમામ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. સંદર્ભ : એબીપી અસ્મિતા તા: 28 જૂન 2019
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો
26
0
સંબંધિત લેખ