કૃષિ વાર્તાપત્રિકા
ખેડૂતોને પાકની સ્થિતિ બતાવશે નવી ટેક્નોલજી
સંશોધનકારોએ એક એવી તકનીક બનાવી છે જે ખેડૂતોને તેમના પાકને નુકસાન પહોંચાડે તેવા રોગોની જાણ મળશે, તે પણ તેમના મોબાઈલની મદદથી. આ ટેક્નોલજી નોર્થ કેરોલિના વૈજ્ઞાનિકોએ ડિઝાઇન કરી છે. જે સરળતાથી તમારા મોબાઈલથી કનેક્ટ થઈ શકે છે. થોડીજ ક્ષણોમાં જણાવી દેશે કે છોડ માં શું રોગ છે. તમારે બસ છોડનું એક પાન લેવાનું છે,જે આ આખી પ્રક્રિયાને સરળતાથી માહિતી આપવામાં મદદ કરશે. નવી ટેક્નોલોજી આવવાથી ઘણા દિવસોની તપાસની પ્રક્રિયાને બસ થોડી જ મિનીટોમાં પુરી કરી શકાશે.આવી રીતે કામ કરે છે હેડડેલ્ડ રીડર.આ હેડહેલ્ડ રીડરને નોર્થ કેરોલીના સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યુ છે. આ ડિવાઈઝ ખેડૂતનાં મોબાઈલના કેમેરાલેન્સની સાથે ફીટ હોય છે. છોડ પર ટેસ્ટ કરવા માટે ખેડૂતે એક પાંદડું ખેંચીને કાઢવાનું રહેશે. આ પાંદડાને 15 મિનિટ માટે ટેસ્ટ ટ્યૂબમાં રાખવું પડશે. આ દરમ્યાન પાન VOCs(વોલેટાઈલ ઓર્ગેનિક કંપાઉન્ડ) રજૂ કરશે. ફોનનો કેમેરો આ ફોટાની તપાસ કરશે અન એપની મદદથી સ્માર્ટફોનની સ્ક્રીન ઉપર જાણકારી આપશે.આ ડિવાઈઝ દ્વારા થોડી જ મિનિટોમાં છોડની બિમારીઓ વિશે જાણકારી મેળવી શકાશે. તેનાથી બિમારીઓને ફેલાતા પહેલાં જ તેનો ઈલાજ કરી શકાશે અને પાકને પણ નુકસાન થતાં બચાવી શકાશે. સંદર્ભ: પત્રિકા, 6 ઓગસ્ટ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
98
0
સંબંધિત લેખ