AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
26 Oct 19, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખેતીમાં ખાતરનો ઉપયોગ સંતુલિત રીતે કરવાની જરૂર - કૃષિ મંત્રી
નવી દિલ્હી: દેશની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો હાલના 14 ટકાથી વધારીને 50 ટકા કરવાની જરૂર છે, આ માટે સંતુલિત રીતે ખેતીમાં ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે જમીનની તંદુરસ્તી અને ખાતરનો યોગ્ય જથ્થો ઉપયોગ પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. ખેડુતોને ખાતરના ઉપયોગની જાગૃતિ માટે દિલ્હીમાં આયોજીત સંમેલનમાં તેમણે જણાવ્યું હતું કે ખરીફ તેમજ રવી પાકના ઉત્પાદન અને ઉત્પાદકતા માટે ખાતરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઇએ, સાથે જમીનની સ્થિતિ પ્રમાણે ખાતર નાખવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ખાતરોના સંતુલિત ઉપયોગથી ખેડુતોની આવકમાં પણ વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે ખાતરોનો વધારે ઉપયોગ કરવાથી ખેતરના સુક્ષ્મ પોષકતત્ત્વોને નુકસાન થાય છે. માટીના આરોગ્યને સુધારવા માટે સુક્ષ્મ પોષકતત્ત્વોની વધુ જરૂરિયાત છે. કૃષિ મંત્રીએ ખેડુતોને પાકના અવશેષોને બાળી ન નાખવા વિનંતી કરી, કારણ કે તેનાથી ખેતરના પોષક તત્વોને નુકસાન પહોંચાડે છે, તેમજ વાયુ પ્રદૂષણ ફેલાવે છે. સંદર્ભ - આઉટલુક એગ્રિકલ્ચર, 22 ઓક્ટોબર 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
92
0