કૃષિ વાર્તાકૃષિ જાગરણ
વિશ્વના સૌથી મોંઘા શાકભાજીની કિંમત રૂ. 82,000 પ્રતિ કિ.ગ્રા. છે.
વસંત ઋતુ દરમિયાન આ શાકને જંગલોમાં ઉગાડવામાં આવે છે; તેની વૈશ્વિક પુષ્કળ માંગ છે. ચાલો, આજે વિશ્વના સૌથી મોંઘા શાક, ‘હૉપ શુટ્સ’ વિશે જાણીએ, જેની કિંમત તમારા હોશ ઉડવે એવી છે. હોપ શુટ્સની કિંમત 1000 યુરો છે, જે આશરે 82,000 રૂ પ્રતિ કિ.ગ્રા. છે. આટલી ઊંચી કિંમત હોવા છતાં, વિશ્વમાં તેની પુષ્કળ માંગ છે.
બ્રિટન અને જર્મની સહિત યુરોપના ઘણા દેશોમાં હૉપ શુટ્સ ઉગાડવામાં આવે છે, તેની શાખાઓ દેખાવમાં શતાવરીની શાખાઓની જેવી જ હોય છે અને તે માત્ર વસંત ઋતુમાં જ ઉગાડવામાં આવે છે. જાંબલી રંગના આ શાકભાજીને જંગલમાં જ ઉગાડવામાં આવે છે. આ શાકને કાપતી વખતે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડે કે જો તેને ઝડપથી કાપવામાં ન આવે, તો તેની શાખાઓ જાડી થઇ જાય છે, ત્યારબાદ તેને ખાઈ શકાતું નથી. આ શાક કડવા ફૂલો ધરાવે છે, તેની શાખાઓમાંથી શાકભાજી અથવા અથાણા તૈયાર કરી ખાઈ શકાય છે. હૉપ શુટ્સના યોગ્ય વિકાસ માટે હળવો સૂર્યપ્રકાશ અને ભેજ જરૂરી છે. હૉપ શુટ્ વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેનું કદ એક જ દિવસમાં છ ઇંચ સુધી વધે છે. સ્ત્રોત : કૃષિ જાગરણ, માર્ચ 18, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
123
0
સંબંધિત લેખ