AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
28 Nov 19, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
એમએમટીસી ઇજિપ્તમાંથી 6,090 ટન ડુંગળીની આયાતનાં સોદા કર્યા
ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને એક ટ્વિટમાં કહ્યું છે કે, ડુંગળીના ભાવ ઘટાડવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે માહિતી આપી કે એમએમટીસીએ 6,090 ટન ડુંગળીના આયાતનાં સોદા કર્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના સેક્રેટરીએ રાજ્ય સરકારો પાસેથી ડુંગળીની માંગ અંગે પૂછપરછ કરી. તાજેતરમાં કેબિનેટે 1.2 લાખ ટન ડુંગળીની આયાતને મંજૂરી આપી હતી. એમએમટીસીએ ઇજિપ્તમાંથી 6,090 ટન ડુંગળીની આયાતના સોદા કર્યા છે, જે ટૂંક સમયમાં મુંબઈ બંદરે પહોંચશે તેવી સંભાવના છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદ અને પૂર ને લીધે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. ડુંગળીના ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે તેની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની સાથે 29 સપ્ટેમ્બર માં સ્ટોક મર્યાદા નક્કી કરી હતી.
રાષ્ટ્રીય બાગાયતી સંશોધન અને વિકાસ સ્થાપના અનુસાર, વધતા બજારોમાં ડુંગળીની દૈનિક આવક વધતી નથી. મહારાષ્ટ્રની લાસલગાંવ મંડીમાં ડુંગળીના ભાવ વધીને 60.26 થી 75.99 રૂપિયા પ્રતિ કિલો થયા છે. જ્યારે 1 નવેમ્બરના રોજ તેની કિંમત 47 રૂપિયા પ્રતિ કિલો હતી. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 25 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
157
0