કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
"મહા" વાવાઝોડાને ધ્યાનમાં લઈ હવામાન વિભાગે કરી આગાહી
વાવાઝોડાને કારણે આગામી મંગળવારથી ગુરુવાર સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચે તે પહેલાં નબળું પડી જશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 4 નવેમ્બરે તથા 7 અને 8 નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે, 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે સિવીયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ટકરાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાની અસરને કારણે રવિવારે તાપી જિલ્લાના વ્યારામાં વરસાદ ખાબક્યો હતો. જોકે, કમોસમી વરસાદને કારણે ડાંગર સહિતના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યાં છે. આજે 4 નવેમ્બરનાં રોજ જામનગર, મોરબી તથા દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગ પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાકાંઠાથી આ વાવાઝોડું 570 કિલોમીટર જ્યારે દીવ થી 150 કિલોમીટર દૂર છે. વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેની અસર શરૂ થઈ ગઈ છે અનેક જિલ્લાઓમાં હવામાન વાદળછાયું બન્યું છે અને હળવો વરસાદ પણ વરસી રહ્યો છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 4 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
11
0
સંબંધિત લેખ