AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
22 Mar 20, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ત્રણ મહિના પહેલા જ જાણી શકાશે, માર્કેટના ભાવ
ખેડૂતો માટે સરકારે એક એવું પોર્ટલ શરૂ કર્યું છે, જે સંભવિત ભાવોને લઇને પહેલા જ ચેતવણીઓ જારી કરે છે. આ પોર્ટલ ની શરૂવાત ખુદ ફૂડ પ્રોસેસિંગ મંત્રી હરસિમરત કૌર બાદલ એ કરી છે. હાલમાં, આ પોર્ટલની મદદથી આગામી ત્રણ મહિના ના સંભવિત હોલસેલ ભાવનો અંદાજ લગાવી શકાય છે. પોર્ટલ હાલમાં બટાટા, ડુંગળી અને ટામેટાંના સંભવિત ભાવો વિશે માહિતી પ્રદાન કરે છે. પરંતુ આગામી સમયમાં તેમાં અન્ય શાકભાજીની માહિતી પણ ઉમેરી શકાશે. એટલું જ નહીં, ભાવો ઘટવાની સ્થિતિમાં આ પોર્ટલ ખેડૂતોને ચેતવણી આપશે.
નાફેડે આ પોર્ટલની રચના કરી છે, જેનું નામ 'માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એડવાન્સ ચેતવણી સિસ્ટમ' રાખ્યું છે. તેનું નામ એમઆઈઈડબલ્યુએસ (MIEWS) છે. આ પોર્ટલ ખાનગી કંપની એગ્રીવૌચ દ્વારા મોનિટર થયેલ 1,200 મંડીઓનો ડેટા પ્રદાન કરવામાં સક્ષમ છે. શાકભાજી મંડીનાં ભાવો અચાનક નીચે આવી જાય છે. આના ઘણા કારણો છે, જેમ કે આર્થિક રીતે બજાર નબળું પડે અથવા અચાનક હવામાન બગાડવું વગેરે. દરેક વખતે મંડીઓમાં ભાવ ઘટવાના કારણે ખેડુતોને ખોટ જાય છે. આવી સ્થિતિમાં, ખેડુતો આ પોર્ટલની મદદથી કિંમતોનો અંદાજ પહેલાથી જ લગાવી શકે છે. સંદર્ભ - કૃષિ જાગરણ, 18 માર્ચ 2020 આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
1063
1