ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણામાં લીલી ઇયળનું વ્યવસ્થાપન (આઇપીએમ)
ભારતભરમાં પિયત કે બિન-પિયત તરીકે ચણા શિયાળુ પાક તરીકે લેવામાં આવે છે. ચણાની વાવણી થી લઇને કાપણી સુધી માત્રને માત્ર આ એક જ જીવાત “લીલી ઇયળ અને ચણાના પોપટા કોરી ખાનાર ઇયળ” જ નુકસાન કરતી જોવા મળે છે. ઇંડાં માંથી નીકળતી ઇયળ સૌ પ્રથમ કુમળા પાન કે પોપટા પર ઘસરકા પાડે છે. આ ઇયળો અતિશય ખાઉધરી અને બહુભોજી હોય છે. ચણામાં પોપટા બેસે ત્યારે તે પોપટામાં કાણું પાડી વિકસતા દાણાને નુકસાન કરે છે. કેટલીક વાર આ ઇયળ પોપટામાં આખીને આખી ઉતરી જઇ વિકસતા દાણાં સંપૂર્ણપણે ખાઇ જાય છે. _x000D_ _x000D_ વ્યવસ્થાપન:_x000D_ _x000D_ • ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ ની સંખ્યામાં ગોઠવવા. _x000D_ • લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં એક લાઇટ ટ્રેપ ગોઠવવું._x000D_ • આ ઇયળનું એન.પી.વી. ૨૫૦ એલ.વી.નો છંટકાવ કરવો. _x000D_ • ઇયળને ભક્ષણ કરતા પક્ષીને આકર્ષવા માટે ખેતરમાં ટી આકારની લાકડી ગોઠવવી._x000D_ • શરુઆતમાં બ્યુવેરિયા બેસિયાના ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામનો જીવાણું યુકત પાવડર ૧૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો._x000D_ • લીલા પોપટાના વેચાણ માટે કરેલ પાકમાં રાસાયણિક દવાઓ ન છાંટતા લીમડા આધારિત તૈયાર દવા દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણી છંટકાવ કરવો._x000D_ • નફ્ફટિયા અથવા અરડુશી અથવા કડવી મેદી અથવા જેટ્રોફાના પાનનો ૫% નુ દ્રાવણના છંટકાવથી પણ ઇયળનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. _x000D_ • શક્ય હોય તો ખેતરની આજુબાજુ હજારીગોટાના છોડ રોપવા._x000D_ • વધુ ઉપદ્રવ હોય તો ફેનવાલરેટ ૨૦% ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% ઇસી ૫ મિ.લિ. અથવા લ્યુફેન્યુરોન ૫% ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫% ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫% એસસી ૩ મિ.લિ. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી ૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડિએમાઇડ ૨૦% ડબલ્યુજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો._x000D_ • મોટી અને છેલ્લી અવસ્થાએ પહોંચેલ ઇયળ રાસાયણિક દવાથી પણ મરતી નથી તેવી ઇયળો હાથથી વીણીને નાશ કરવી. _x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ _x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
377
0
સંબંધિત લેખ