ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના ચૂસીયાંનું સંકલિત વ્યવસ્થાપન
ડાંગરના પાકમાં મુખ્યત્વે લીલા, બદામી અને સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે છે. બચ્‍ચાં તથા પુખ્‍ત એમ બંને અવસ્‍થા છોડમાંથી રસ ચૂસી નુકસાન કરે છે અને પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે (હોપર બર્ન). નુકસાન ગોળ કુંડાળા (ટાલા) રૂપે આગળ વધે છે. સંકલિત વ્યવસ્થાપન: o ફેરરોપણી વહેલી કરી નુકસાન ઘટાડી શકાય છે. o નાઈટ્રોજનયુકત ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્‍તામાં આપવા. o ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાંખવુ. o જમીનમાં કાર્બોફ્યુરાન ૩જી ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦-૨૫ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% + થાયામેથોક્ષામ ૧% જીઆર ૬ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે આપવુ. o જો દાણાદાર દવા આપવાનું શક્ય ન હોય ત્યારે એસીટામીપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા ક્લોથીયાનીડીન ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિ.લિ. અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ફેનોબુકાર્બ ૫૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા પાયમેટ્રોજીન ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૧૫% + એસીફેટ ૩૫% વેપા ૨૫ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૦.૭૨% + બુપ્રોફેઝીન ૫.૬૫% ઇસી ૨૦ મિ.લિ. અથવા ફેનોબુકાર્બ ૨૦% + બુપ્રોફેઝીન ૫% એસઇ ૨૦ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪% + બુપ્રોફેઝીન ૨૦% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. o દવા છાંટતી વખતે નોઝલ થડ નજીક રાખવી. o આ દવાઓનો છંટકાવથી ચૂસીયાં ઉપરાંત ગાભમારાની અને પાનવાળનાર ઈયળોનું પણ નિયંત્રણ થાય છે. o ઉપદ્રવની શરૂઆતમાં જીવાતગ્રસ્ત વિસ્તાર (સ્પોટ)માં જ જંતુનાશક દવા આપવી.
ડૉ. ટી. એમ. ભરપોડા_x000D_ ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર_x000D_ બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)_x000D_ _x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
276
7
સંબંધિત લેખ